Gujarat

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તાર માં ચડ્ડી-બનિયાનધારી ટોળકી નો આતંક, ૪ બંધ ઘરના તાળા તોડી ફરાર

નવસારી
નવસારી પોલીસ જાણે ઘોર નિંદ્રા માં હોય તેમ, વિજલપોર પાલિકા વિસ્તાર માં કબીલપોરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી તસ્કરની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે એક-બે સોસાયટીમાં લોકો જાગી જતા આ ચડ્ડી-બનિયાનઘારીઓએ છૂટ્ટા પથ્થર મારતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. કબીલપોર પંથકમાં આવેલ વસંતવિહાર સોસાયટી, સૂર્યદર્શન સોસાયટી અને ધર્મિનનગર વિસ્તારમાં અને સોમવારની કેટલાક ઘરોમાં તાળા તૂટ્યા હોવાની માહિતી મળી છે. જેમાં એક સોસાયટીમાં કેમેરામાં કેદ થયેલા ચડ્ડી-બનિયાનધારી બંધ ઘરના તાળા તોડી ભાગવા જતા હતા. એ બાબત સોસાયટીમાં ખબર પડતાં સોસાયટીવાસીઓએ તેમનો સામનો કરતા ચડ્ડી-બનિયાનધારીઓએ સાથે લાવેલા પથ્થરોથી હુમલો કર્યો હતો. જેના પગલે સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી કરી હતી અને સીસીટીવીના ફૂટેજાે પણ નિહાળ્યા હતા. આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ૧૫મીને વસંતવિહાર સોસાયટીમાં બંધ ઘરના તાળા તૂટ્યાની જાણ થતાં લોકોએ સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક જગ્યાએ ૩થી વધુ ચડ્ડી-બનિયાનધારી દેખાયા હતા. તેઓ દિવાલ પર ચડનાર હતા ત્યારે સોસાયટીમાં લોકો જાગી જતા તેઓએ પથ્થર વડે હુમલો કર્યો હતો. બાજુમાં આવેલ સૂર્યદર્શન સોસાયટી અને ધર્મિનનગરમાં ૪ બંધ ઘરને નિશાન બનાવતા પોલીસને જાણ કરી હતી. તેઓએ તપાસ કરી હતી પરંતુ પથ્થર વડે હુમલો કરતા હોય લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. – મયુર વહાણેચા, સ્થાનિક અમને જાણ થતાં પેટ્રોલિંગ કરતી પોલીસને મોકલાવી તપાસ કરાવી હતી. આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપ્યા છે.

Fugitive-broke-the-lock-of-four-closed-houses.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *