Gujarat

નવસારીમાં સિવિલ હોસ્પિટલને તોડી ૫૦૦ બેડની મેડિકલ હોસ્પિટલ બનાવાશે

નવસારી
નવસારી એક સમયે ગાયકવાડી પ્રાંત તરીકે ઓળખાતું હતું તે સમયે આરોગ્યલક્ષી સેવા આપવા માટે હાલના ટાઉન પોલીસ સ્ટેશનની પાછળની સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી. જ્યાં ખૂબ મર્યાદિત માત્રામાં સારવાર આપવામાં આવતી હતી. ત્યારે નવસારીમાં મફતલાલ મિલના શેઠ મફતલાલને રાજ્ય સરકારે જમીન આપીને તેમના દ્વારા સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવસારી જિલ્લાની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ હતી. જે હોસ્પિટલ હાલમાં જર્જરિત થવાથી તોડી પાડવાની શરૂઆત થઈ છે. ગાયકવાડી અને શેઠ મફતલાલની યાદગીરી રૂપે બંધાયેલી હોસ્પિટલનો વારસો પણ સમયની સાથે ભૂસાયો છે. રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવી હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે પણ જૂની ઈમાંરતમાં અત્યાર સુધી ઓપીડી કાર્યરત હતી. પણ તે ઓપીડી જર્જરિત થવાથી હાલમાં તેને તોડી પાડવામાં આવી છે. તેના સ્થાને રાજ્ય સરકાર ઓપીડી મેડિકલ હોસ્પિટલ અને હોસ્ટેલની સુવિધા સાથે ૫૦૦ બેડ ધરાવતી હોસ્પિટલનું નિર્માણ કરવા જઇ રહી છે. આ મામલે ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી છે અને કયા પ્રકારની ચોક્કસ સુવિધા મળશે તેનો જવાબ માંગવામાં આવ્યો છે. નવસારીમાં હાલમાં મામા ચેવડાવાળા ફરસાણની દુકાન સામે જ્યાં ટ્રાફિક પોલીસની કચેરી છે ત્યાં મર્યાદિત રીતે સિવિલ હોસ્પિટલ ગાયકવાડી સ્ટેટના નેજા હેઠળ કાર્યરત હતી અને અંગ્રેજાેની હોસ્પિટલ કાલીયાવાડી વિસ્તારમાં વિક્ટોરિયા કવિન ડીસ્પેન્સરીના નામથી કાર્યરત હતી. ત્યારબાદ ઉદ્યોગકાર મફતલાલ શેઠ અને સરકારના સંયુક્ત સહયોગથી નવસારી સિવિલ હોસ્પિટલનો જન્મ થયો અને નાગરિકોને મફત આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી હતી.

A-medical-hospital-will-be-built.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *