Gujarat

નસવાડી તાલુકાના ડણી ગામે  સહયોગ થી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા.

બીરસા એજ્યુકેશન પ્રેરિત નસવાડી તાલુકાના ડણી ગામે ગ્રામ જનો નાં સહયોગ થી ગ્રામ લાઇબ્રેરી તથા જવાહરલાલ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા માટે ની તૈયારીઓ નાં ભાગ રૂપે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હાલ પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહેલા અને નવોદય વિદ્યાલય તથા એકલવ્ય મોડેલ સ્કૂલ માં પ્રવેશ મેળવવા ઉત્સુક વિધાર્થીઓ માટે મફત કોચિંગ ક્લાસ ની શરૂઆત કરવામાં આવી હતી.
     બીરસા એજ્યુકેશન તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં સંયુકત પ્રયાસો તથા ડણી ગામના ડણી ગામના ઉત્સાહી યુવાનો ના સહયોગથી શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસ ના ઉદઘાટન પ્રસંગે  બીરસા એજ્યુકેશન સાથે સંકળાયેલા ભૂતપૂર્વ નાયબ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુર નગીનભાઈ રાઠવા, નરેન્દ્રભાઈ રાઠવા, ચંદ્રસિંગભાઇ રાઠવા, સંદીપભાઈ રાઠવા, મનોજભાઇ રાઠવા, અલ્પેશભાઈ રાઠવા તથા છોટાઉદેપુર ખાતે જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક કાર્યકર વાલસિંહભાઈ રાઠવા તેમજ ડણી ગામના ઉત્સાહી શિક્ષકશ્રી શંકરભાઈ રાઠવા અને ગામ ના સરપંચ શ્રી દામાભાઇ રાઠવા સહિત આજુબાજુના ગામના નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ના કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા ઉત્સુક વિધાર્થીઓ પોતાના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
   બીરસા એજ્યુકેશન એ છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ ની શરૂઆત કરી રહ્યું છે જેમાં થોડા સમય પહેલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષાઓની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા જમવા ની વ્યવસ્થા ઓ સાથે તજજ્ઞો દ્વારા વડોદરા ખાતે તથા છોટાઉદેપુર ખાતે મિશન ૧૦૦ ના ટાર્ગેટ પર ૨૦૦ થી વધુ ઉમેદવારો માટે મફત કોચિંગ ક્લાસ ની શરૂઆત કરવામાં આવી છે, અને બીજી પણ ઘણી બધી પ્રવુતિઓ દ્વારા સમાજ માં રચનાત્મક અને સકારાત્મક કાર્યો માટે પ્રતિબદ્ધ બન્યું છે જેમાં સમાજ ના શિક્ષીત અને બૌદ્ધિક વર્ગ ધીરે ધીરે જોડાય રહ્યો છે.
      નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા ફ્રી કોચિંગ ક્લાસ ઉદ્ઘાટન પ્રસંગે ડણી ગામના , નયનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા, મુકેશભાઇ, સંજયભાઈ તેમજ ઉત્સાહી શિક્ષકો  બળવંતભાઈ સંઘાની, રૈજીભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ નું સફળ સંચાલન  હરેશભાઈ રાઠવા દ્વારા કરવા આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220227-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *