Gujarat

પતિએ કેરોસીન છાંટી પોતાની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ
મહેમદાબાદની પરણીતાને તેના સાસરીયાઓએ મકાન લેવા રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી. દહેજની માંગણી ન સંતોષતા પતિએ કેરોસીન છાંટી પોતાની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પીડિતાએ મહેમદાવાદ પોલીસમાં પોતાના પતિ, સાસુ અને ચઢામણી કરનાર ત્રણ નંણદો સામે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહેમદાવાદ શહેરમાં રહેતી ૨૫ વર્ષીય લઘુમતી સમાજની યુવતીના લગ્ન શહેરમા રહેતા યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ વર્ષ ૨૦૧૬માં થયા હતા. લગ્ન સમયે યુવતીને તેના માવતર દ્વારા દર દાગીના આપ્યા હતા. જે લઈને આ યુવતી પોતાની સાસરીમાં ગઈ હતી. લગ્નના છ એક માસ દરમિયાન પરણીતાને સારી રીતે રાખી હતી. બાદમાં સાસુ પરણિતા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખતા હતા. થોડા સમય બાદ પીડિતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. જે પૈકી એક બાળક હાલ પાંચ વર્ષનો છે અને અન્ય એક બાળક દસ વર્ષનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *