Gujarat

પાટણ બી.ડી.એસ. કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.એસ આર્ટસ, સાયન્સ, કોમર્સ કોલેજ ખાતે તારીખ ૨૧ ફેબ્રુઆરીએ ૨૦૨૨ના દિને માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરી ને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જે સંદર્ભે કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા ‘મારું ગૌરવ મારી ભાષા ગુજરાતી’ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત માતૃભાષાનું મહત્વ, કાવ્ય પઠન, ગદ્ય વાંચન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ અને અધ્યાપકો એ ભાગ લીધો હતો. કા. આચાર્ય ડો. કમલભાઈ પંડ્યાએ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી તથા ભાષામાં વપરાતા પ્રાદેશિક શબ્દોનું પણ મહત્વ છે તેમ જણાવ્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.પારસભાઈ ખમાર ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું તથા કોઈપણ રાષ્ટ્રની પ્રગતિમાં માતૃભાષાનો ફાળો વિશેષ રહ્યો તેમ જણાવ્યું. તો અત્યારે બદલાતા જતાં આધુનિકીકરણમાં અંગ્રેજી ભાષાની ઘેલછામાં આપણી ભાષા, આપણો વારસો લુપ્તના થાય તેમ જણાવ્યું હતું. માતૃભાષા એટલે શું?તે જણાવતા કહ્યું કે, જે ભાષામાં સ્વપ્ન આવે વિચારોઆવે તે આપણી માતૃભાષા ઉપરાંત ગુજરાતી ભાષાના જાણીતા કવિ રમેશ પારેખ, ઉમાશંકર જાેશીની કવિતાનું પઠન કર્યું હતું. અંગ્રેજી વિભાગના અધ્યાપક પરેશભાઈ દેસાઈએ અંગ્રેજી નેશનલ ઇન્ટરનેશનલ ભાષા હોવાથી મહત્વ છે, પણ માતૃભાષા નું વિશેષ મહત્વ છે તેમ જણાવ્યું હતું. કૃષ્ણ દવેની કવિતા ‘ઉગાડે એમ કદી ઉગવાનું નહીં’નું રસપ્રદ પઠન કર્યું હતું. જશવંતભાઈ માજીરાણાએ વિપિન પરીખની કવિતા ‘મને મારી ભાષા ગમે છે કારણ બા ને હું બા કહી શકું છું’.નું પઠન કર્યું. રક્ષિતા બેન પટેલે ધ્રુવ ભટ્ટની ‘ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ને ધીમેથી પૂછે કે કેમ છો’?. નું સુંદર ગાન કર્યું હતુ. ભૂતપૂર્વ વિદ્યાર્થી કલ્પેશ નાઈ દ્વારા પોતાની રચના રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પાર્થ જાેશીએ પોતાની આગવી શૈલીમાં અનિલ ચાવડા અને વર્ષાબેન પ્રજાપતિની આધુનિક કવિતા ‘મોબાઇલમાં પીક તારા ચોર્યા છે. હવે આંખોમાં ઓનલાઈન કાન્હા., કોઈ કદી દિલના દરવાજે એકવાર પણ નોક કરે છે’. કવિતાનું પઠન કરી વિદ્યાર્થીઓને આનંદીત કર્યા હતા. કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *