એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિસ કલારાણી ખાતે છોટાઉદેપુર જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળામા ભળતા તમામ વિધ્યાર્થીઓને આત્મ વિશ્વાસ સાથે પરિક્ષા આપી સકે તે માટે જાણિતા લેખક અને મોટીવેશનલ સ્પિકર જય વસાવડાના વ્યક્તવ્ય નું આયોજન કરેલ.
જેમા જિલ્લાની લગભગ ૨૫ ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ અને જય વસાવડાના પ્રેણનાત્મક વ્યકતવ્ય નો લાભ લીધેલ
આ પ્રસંગે બોડેલી સ્વામી નારાયણ મંદિર ના અચલ મુનિ સ્વામીએ વિધ્યાર્થીઓને પરિક્ષા લક્ષી માર્ગદર્શન આપેલ
જય વસાવડાએ જણાવેલ કે વિધ્યાર્થીઓ હિમ્મત હાર્યા વગર આત્મ વિશ્વાસ સાથે પરિક્ષા આપે અને સફળતા પ્રાપ્ત કરે દરેક વિધ્યાર્થીઓમાં કોઈ ને કોઈ આવડત છુપાએલી હોય છે તે ઓળખી 10 વર્ષ નું લક્ષ્યાંક નક્કિ કરી જે તે સ્રેત માં ચેમ્પિયન બનો અને ગામ સમાજ અને વિસ્તાર નું નામ રોશન કરો ભણવા સિવાય આગળ વધવાનો કોઈ વિકલ્પ નથી આ પ્રસંગે ચંદ્રમૌલી ફાઉન્ડેશન ના પ્રમુખ ભરતશીંહ ગોહિલ એ પરસાંન્ગિક પર વાતો કરી અને એકલવ્ય કોલેજિસ ના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા તથા આ કાર્યક્રમ નો હેતુ સમજાવેલ સાથેજ કોલેજની પ્રવૂતિયો તથા અલગ અલગ અભ્યાસક્રમ વિશે માહિતિ આપી
વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ ના પ્રમુખ ઉપસ્થિત હતા તથા જિલ્લા ના પ્રિન્સિપાલ સહિત પ્રોફેસરો હાજર રહ્યા…સાથે જ ૧૫૦૦ જેટલા વિધ્યાર્થીઓ આનો લાભ લીધો હતો
અંતે કોલેજ ના પ્રિન્સિપલ વિક્રમભાઈ સોનેરા એ આભાર વિધિ વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


