જેતપુરપાવી તાલુકાના જામ્બા ગામે નવીન રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.ગઢ ભીખાપુરાથી કુંડલ ,ઘોડીસામલ સુધીનો રસ્તો ખખડધજ થઈ જના લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તા ઉપર આવતા ગામમાં ના લોકોની વર્ષોથી રસ્તાની માંગણી હતી.ત્યારે આતુરતાનો અંત આવતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ગઢ-જામ્બા-સેલવા રોડની લંબાઇ: ૪.૦૦, કી.મી છે હાલ આ રસ્તો ૩.૭૫ મી.પહોળો છે. વાહનવ્યવહાર વધુ હોવાથી રસ્તો પહોળો કરવો જરૂરી હોય આ રસ્તાને ૫.૫૦ મી.પહોળાઈ સાથે વાઈડનીંગ તથા જરુરી નાળાઓનું બાંધકામ કામગીરી સાથે, ૨.૦૪ કરોડના ખર્ચે બનાવવામાં આવશે,
ચોમાસામાં પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જતો હોય છે જેને કારણે લોકોને મોટી તક્લીફનો સામનો કરવો પડતો હતો આ કોઝવે ઉપર સ્લેબડ઼ેઈ ૧.૩૬ કરોડ લાખના ખર્ચે બનાવવામાં આવશે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ
રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા (રાજુભાઈ), રણજીતસિંહ રાઠવા, જગાભાઈ તેરસીગભાઈ રાઠવા, નવલસિંહભાઈ રાઠવા, આજુબાજુના ગામોના સંરપચો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
