પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલી હેઠળ નાં ગામ ઝાબ ખાતે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન નાં ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઢલી નાં મેડિકલ ઓફિસર ડો. પ્રવીણ મૌર્ય તથા સુપરવાઈઝર રસીકભાઈ રાઠવા દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમ માં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત આશા તેમજ હાઇસ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


