Gujarat

પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામે વર્ષો પૌરાણિક તેલાવ માતાના મંદિરે આવવા જવા માટે નો આર.સી.સી રસ્તો , સંરક્ષણ દિવાલ તેમજ બે પૌરાણિક મંદિરો તથા પગથિયાં વરસાદી પૂરમાં ગરકાવ થઇ જતા દર્શનાર્થે આવતા દૈવી ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

    છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં બારાવાડ ગામ ખાતે વર્ષો પૌરાણિક એક ધાર્મિક દૈવી મંદિર આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે જે તેલાવ માતાનાં મંદિર થી પ્રસિદ્ધ અને પ્રખ્યાત આ ગનાતુ મંદિર છે  થોડા દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને મંદિરની આગળ એક કોતર આવેલું છે જેમાં ભારે પુર આવવાનાં કારણે તેલાવ માતાનાં મંદિર નાં મુખ્ય બે મંદિર , સંરક્ષણ દિવાલ તેમજ આર.સી.સી રસ્તો , પગથિયાં પાણીનાં વહેણમાં તણાઈ ગયો હતો જેથી મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
     તેલાવ માતાના મંદિરે દૂર દૂરથી દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે અને નવરાત્રીનો મોટો ઉત્સવ ઉજવાય છે અને તેલાવ માતાના મંદિરે ફાગણ સુદ અગિયારસના દિવસનો એક મોટો મેળો પણ ઉજવાતો હોય છે અને પૂનમના દિવસે પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ભારે ભીડ જામતી હોય છે પરંતુ હાલ તો દર્શન કરવા માટે  આવતા લોકોને પણ જીવનું જોખમ લાગી રહ્યું છે રસ્તો સંરક્ષણ દિવાલ ગરકાવ થઈ જતાં ભક્તોને જંગલ વિસ્તારમાં થઈ માતાજીના દર્શન કરવા માટે જવું પડતું હોય છે માતાજીના મંદિરના આગળના ભાગે જ સંરક્ષણ દિવાલ,  મંદીર નો સેડ તેમજ બે મંદિરો વરસાદી પાણીમાં ઘરકાવ થઈ ગયા છે અને બાકી રહેલી દીવાલો પણ ધરાશય થતી હોવાના કારણે દર્શને આવતા ભક્તોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
     હાલ તો રસ્તો ન હોવાનાં કારણે ભક્તો જંગલમાં થઈ મંદિરે દર્શન કરવા પહોંચે છે જેથી બારાવાડ ગામના સ્થાનિક લોકો તથા દર્શને આવતા ભક્તોની માંગ છે કે લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલો આર.સી.સી રસ્તો અને સંરક્ષણ દિવાલ અને પગથિયાં બનાવે જેથી કોઈપણ દર્શનાર્થે આવતા ભક્તોનું જાનહાનિ કે નુકશાન ન થાય તેની ચિંતા કરી હાલ તો સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220714-150603_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *