મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૧૮-૦૭-૨૦૨૨ થી તા. ૨૨-૦૭-૨૦૨૨ ના દિવસો દરમ્યાન લેવાનાર ધોરણ-૧૦ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહ) ની પુરક પરીક્ષા ખેડા જિલ્લાના જુદા-જુદા કેન્દ્રો ખાતે લેવાનાર છે. જેથી તા.૧૮-૦૭-૨૦૨૨ થી તા.૨૨-૦૭-૨૦૨૨ દરમ્યાન આ પરીક્ષાઓનું સંચાલન સરળતાથી થાય. અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપે તે માટે પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડીઆદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ આ સાથે બીડાણ કરેલ અનુસુચિ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવેલ છે.
અનુસુચિત પરીક્ષા કેન્દ્ર તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર, પ્રતિબંધ વિસ્તાર છે.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકુત માણસોને ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું, કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/ કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/ કરાવવું, આ રીતના કોઈપણ દુષ્પ્રેરણ કે પ્રયાસમાં જો ફરજો પરના સુપરવાઈઝરશ્રી સ્ટાફ કે ખાસ તપાસણી માટેના સ્કવોડના માણસોએ સામેલ થવું, પ્રમાણિકપણે ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા સેવવી, પરીક્ષા સંબંધી ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઈપણ વસ્તુ, ઈલેકટ્રોનીક આઈટમ જેવી કે, ફેક્સ,ડુપ્લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઈ શકે તેવા કોઈપણ ઉપકરણો, સેલ્યુલર ફોન, મોબાઈલ, પેજર, હેન્ડ સેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કરાવવામાં ફરજો પરના તમામ માણસોએ મદદગારી કે દુષ્પ્રેરણા કરવા.
તા. ૧૮-૦૭-૨૦૨૨ થી તા. ૨૨-૦૭-૨૦૨૨ સુધી (બંને દિવસો સુધ્ધાંત) સવારના ૯૩૦ કલાકથી સાંજના ૧૮.૩૦ કલાક સુધીના સમયગાળા માટે ( જે સેન્ટર પર પરીક્ષાનો કાર્યક્રમ હોય તેને અનુરૂપ)
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
