સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જૂનાગઢ શહેરનાં મધ્યસ્થ વિસ્તારમાં આવેલ રેડક્રોસ હોલ ખાતે સર્વોદય બ્લડ બેંક દવા ફંડ ટ્રસ્ટ જૂનાગઢ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 36 જેટલા પી.જી.વી.સી.એલ. નાં કર્મચારી દ્વારા સ્વેછીક બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મહિલા કર્મચારી પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી અધિક્ષક ઇજનેર એ.એમ. પાઘડાર દ્વારા આપવામાં આવેલ છે.


