સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન અમરેલી દ્વારા ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે 26મી જાન્યુઆરી 2022ના રોજનિબંધલેખન ,ચિત્ર,સંગીત વગેરે ઓનલાઈન સ્પર્ધાનું આયોજન થયું .પે સેન્ટર શાળા નં 1 ના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં 15 બાળકો જેમ કે સુહાગિયા દિપ, ભાટી વીરસિંગ,જંજવાડિયા આદિત્ય, સોલંકી અવધ,આંબલિયા અનિકેત,ચૌહાણ મહમદમાહિર, ઝાંખરા રેહાન,પઠાણ મહમદ હુસેન,ઝાંખરા સાફિન,અગવાન ફૈઝાન, દેનગડા કેવિન વગેરે બાળકોએ ભાગ લીધો હતો.જ્યારે નિબંધ સ્પર્ધામાં જંજવાડિયા આદિત્ય, ભાટી વીરસિંગ, સુહાગિયા દિપ, સોલંકી અવધે ભાગ લઈ પોતાના વિચારો વ્યકત કર્યા હતા.પે સેન્ટર શાળા નં 1 સાવરકુંડલામાં આ.શિ. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન દેસાઈએ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.AIF ના કો.ઓર્ડીનેટર શ્રી અલ્તાફભાઈ પઠાણે બાળકોની કૃતિઓનું સંકલન કર્યું હતું.તેમજ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવા બદલ બાળકોને અભિનંદન આપેલ.


