પોરબંદર
પોરબંદર જિલ્લામાં ચોરીના કિસ્સામાં સતત વધારો જવા મળી રહ્યો છે. જેથી ચોરી સબંધી ગુન્હારઓ શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૌનીની સુચના મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.ડી.સાળુંકેના માર્ગદર્શન હેઠળ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે સર્વલન્સ સ્કવોડના પુએસઆઈ કે.એન.ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઈ આર.પી.જાદવ તથા પો.કોન્સય.વિરેન્દ્રસીંહ પરમાર તથા દેવેન્દ્રસીંહને સંયુકત બાતમી મળેલી કે બીરલા ફેકટરી સોલ્ટના દંગા પાછળ બાવળની કાંટમાં કોઇ માણસો ચોરી કરેલી બાઈકોની હેરફેર કરી સંતાડેલી છે. જે હકીકતના આધારે તે જગ્યાએ તપાસ કરતા પાંચ બાઈક સાથે બે ઇસમો મળી આવ્યા હતા. પોકેટ કોપની મદદથી મોટર સાયકલોના નંબરો સર્ચ કરી જાેતા માલીકોના નામ અલગ આવતા હોય જેથી મોટર સાયકલો બાબતે પુછપરછ કરતા તમામ મોટર સાયકલો પોરબંદર તથા જામનગરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલી છે.


