Gujarat

પ્રથમ દિવસે ડિજીટલ બેન્કીંગની ઉપયોગીતા અને તકેદારી અંગે માર્ગદર્શન અપાયું

મેંદરડા તાલુકાના ચિરોડા ગામે નાબાર્ડ અને ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલાઓને કાપડની થેલી બનાવવા સહિના રોજગારલક્ષી કૌશલ્ય શીખવવાની તાલીમનો પ્રારંભ થયો છે. આ તાલીમમાં ૩૦ મહિલાઓને ૧૫ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. તાલીમના પ્રથમ દિવસે ડિજીટલ બેન્કીંગની ઉપયોગીતા અને તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચિરોડા ગ્રામ પંચાયત ખાતે નાબાર્ડ અને ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નાબાર્ડના એજીએમ કિરણ રાઉત, ટ્રસ્ટના લલીતાબેન, એલડીએમ પ્રશાંત ગોહેલ, દીલીપ છુગાણી, સીમાબેન, વિપુલભાઇ પુરોહિત, હેતલબેન વ્યાસ, ગામના સરપંચ હર્ષાબેન ચિરોડા, ટ્રેઇનર જોષાનબેન ટાંટમિયા અને ચિરોડા શાખાના મેનેજર ભાવિનભાઇ સહિતની ઉપસ્થિતિમાં તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં ૩૦ બહેનો સહભાગી થયા છે. જેમને ૧૫ દિવસ કાપડની થેલી બનાવવાની તાલીમ આપવામાં આવશે. તે ઉપરાંત એક વર્ષ સુધી તાલીમ પામેલ મહિલાઓને વેચાણ તથા બીજી લોનની પણ સગવડ કરવામાં એનજીઓ અને નાબાર્ડ હમેંશા મદદરૂપ બનશે.

આ તકે સરકારશ્રી વ્હાલી દિકરી યોજના અને ડિજીટલ બેન્કીંગના ઉપયોગ અને તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

chiroda-mahila-talim-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *