ગિરગઢડા
ભરત ગંગદેવ..
દેશના તમામ ખેડૂત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯થી અમલ મુકવામાં આવી છે. PM KISAN યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.૬૦૦૦/- સહાય ૩(ત્રણ) હપ્તામાં ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” કરવાનું થાય છે.આ માટે લાભાર્થી જાતે “આધાર e-KYC” કરી શકશે. આ માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકાશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટરમાં જઈ આધાર e-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે. વધુમાં આગામી એપ્રિલ-૨૦૨૨ થી યોજનાનો લાભ આધાર બેઝડ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. અથાત્ લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જેથી જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી “આધાર સિડિંગ” કરાવી લેવાનું રહેશે.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે આધાર e-KYC અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત હોય ખેડૂતોએ “આધાર e-KYC” અને બેંક ખાતા આધાર સિડિંગ” કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
