Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં માથા પર ફેંટો બાંધેલ યુવાનોએ આકર્ષણ જમાવ્યું

પ્રિય નેતા-પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને વધાવવા યુવાનોમાં અનેરો ઉત્સાહ

પોતાના પ્રિય નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની છોટી કાશી તરીકે જાણીતા એવા જામનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલાર પંથકમાં આ યુવાનોએ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં માથામાં પર ફેંટો ધારણ કરી પ્રધાનમંત્રીશ્રીના આગમનને હર્ષોલ્લાસ વધાવ્યું હતું. તેમના માથા પરના શોભાયમાન થતા આ ફેટા જનસભામાં જુદી ભાત પાડતા હતા. અને એક અનેરું દ્ર્શ્ય ખડું કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *