હાલારની ભૂમિના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે પહોંચેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાટ જનસભાને સંબોધી હતી. ખાસ કરીને આ કાર્યક્રમ માટે મંચને વિશિષ્ટ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર-હાલારની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા ભરતકામ, આભલાં વર્ક, માટી કામ, તેમજ વિવિધ ભૌમિતિક કલાત્મક ડિઝાઈન સાંકળીને મંચને એક અલગ સ્વરૂપ આપવમાં આવ્યું હતું.
હાલાર-જામનગર તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતું છે. ખાસ કરીને આ વિસ્તારના જુદા જુદા સમાજ તેની વિવિધ કલાત્મક વસ્તુઓ, ભરતકામ, બાંધણી માટે જગ વિખ્યાત છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસભા માટેના આ મંચને તૈયાર કરવામાં સૌરાષ્ટ્ર – હાલારની સંસ્કૃતિ અને ઓળખને વણી લેવામાં આવી હતી.
