Gujarat

પ્રાચી તીર્થ નો  લોહાણા યુવાન  જેતપુર ટોલ નાકા પાસે થી લાપતા   આ યુવાન છેલ્લા ચાર દિવસ થી લાપતા થયેલ છે કાઈ પતો ન મળતા ગામ લોકો મા અરેરાટ 

પ્રાચી તીર્થ..
.સુત્રાપાડા તાલુકાના પ્રાચી- પીપળા ગામ ના રહેવાસી કપિલભાઈ ગાંઠીયા વાળા નો પુત્ર છેલ્લા ચાર દિવસથી લાપતા બન્યો છે. પ્રાચી ખાતે લકી ફરસાણ નામની દુકાન ધરાવતા કપીલભાઈ ગાંઠીયા વાળા ના પુત્ર કિશન ધનેશા છેલ્લા ચાર દિવસથી લાપતા
જાણવા મળતી વિગત મુજબ  પ્રાચી તીર્થ માં રહેતા કિશનભાઈ ધનેશા ચાર દિવસ પહેલા કામ સબબ પોતાની ટિયાગો કાર લઈ  રાજકોટ જય રહ્યા હતા ત્યારે જેતપુર પીઠડીયા ટોલ નાકા થી  500 મીટર આગળ વળાંક માં પોતાની કાર રોડ થી  લગભગ  15 ફૂટ નીચે ઉતરેલી જોવા મળી હતી. આ ઘટના ને સ્થાનિક લોકો દ્વારા વીરપુર પોલિશ ને  જાણ કરતા વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી યોગ્ય તપાસ કરતા ટિયાગો કાર ચાલુ હાલત મા મળી હતી તેમજ લાપતા થયેલ યુવાન નો મોબાઈલ અને પર્સ મળી આવેલ છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા પ્રાચી થી કિશનભાઈ નો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આવો અજુકતો બનાવ બનતા નાના  એવા પ્રાચી ગામમાં ચિંતાનો વિષય બન્યો છે
ગુમ થયેલ  કિશન  ગીરીશભાઈ ધનેશા નામ ના યુવાન  તાલાલા ખાતે પીઝા ની દુકાન ધરાવે છે  અને ત્રણ દિવસ પહેલા વેરાવળ પણ દુકાનનું ઓપનિંગ કર્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે અને વિદ્યાર્થીઓ માટે  ફી ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા  પોતાની ગાડી પણ ટોલટેક્સ પાસેથી મળેલ છે ત્યારે લોકોના મનમાં પ્રશ્ન મૂંઝાયો છે આ કિશન નામ ના યુવાન કેમ કેવી રીતે શું થયું જ્યારે સમગ્ર ઘટના જાણ વિરપુર પોલીસ ને કરતા વિરપુર પોલીસ તપાસ હાથ ધરી છે.

IMG-20220512-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *