Gujarat

પ્રેમપરા બરડીયા મેસવાણ અને સોંદરડા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાશે

વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલે જુનાગઢ જિલ્લાના પ્રેમપરા બરડીયા મેસવાણ અને સોંદરડા ગામે ગ્રામજનો આવકારશે.

     ગુજરાત સરકારની ૨૦ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની નેમ સાથે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલ તા.૮-૭-૨૦૨૨ના રોજ વિસાવદર તાલુકાના પ્રેમપરામાં ૯ કલાકે અને બરડીયા ગામે ૪:૩૦ કલાકે ઉપરાંત કેશોદ તાલુકાના મેસવાણમાં સવારે ૯ કલાકે અને સોંદરડા ગામે ૪:૩૦ કલાકે આવી પહોંચશે.

   આ યાત્રાના માધ્યમથી જનહિતના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમહૂર્ત કરવાની સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *