Gujarat

ફળાવ, ઔષધીય, ફૂલ ઝાડ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ  

જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે એક અર્થમાં ઓક્સિજન રથ પણ ફરી રહ્યો છે. આ રથના માધ્યમથી સમગ્ર જિલ્લામાં વિનામૂલ્યે ફળાવ, ફૂલઝાડ, ઔષધીય અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ,વંદે ગુજરાત વિકાસયાત્રા પર્યાવરણના જતનની પણ વાહક બની છે.

       હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને મેઘરાજાએ પણ મન મૂકી મહેર વરસાવી છે. ત્યારે રોપાઓને રોપવા માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે. જેથી રોપાઓનો યોગ્ય ઉછેર પણ શકશે.

     આ સંદર્ભે સામાજિક વનીકરણના વિભાગના ઇન્ચાર્જ એ.સી.એફ. શ્રી એલ.એચ. સુત્રેજાએ જણાવ્યું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે પર્યાવરણ જતન માટે વૃક્ષ વાવેતર રથને પણ વહેતો કરવામાં આવ્યો છે. જેના થકી ગામે ગામ વિનામૂલ્યે ફળ, ફૂલ, ઔષધીય ઉપરાંત છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો પણ ઉત્સાહ દાખવી વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આગળ આવી રહ્યા છે. આમ, વંદે ગુજરાત વિકાસ યાત્રાની સાથે સાથે પર્યાવરણ જતનનું પણ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.

     વધુમાં શ્રી સુત્રેજાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં નર્સરી આવેલી છે, ત્યાંથી પણ ટોકન દરે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમ જણાવતા તેમણે તાલુકાઓની નર્સરીઓમાંથી રોપાવો મેળવી પર્યાવરણના જતન માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

vruksh-vitaran-1.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *