ગિરગઢડા
ભરત ગંગદેવ.
ફાટસર શાળા દ્વારા તારીખ 20 ના રોજ બાળ મેળો અને લાઇફ સ્કીલ ની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળા ના તમામ બાળકો એ જુદી જુદી પ્રવૃત્તિ જેવી કે મહેંદી, માટી કામ , ચિટક કામ,ક્રાફટ વર્ક,આરોગ્ય કર્મચારી,રંગોળી, કાતર કામ,વર્ગ સુશોભન વગેરે માં ભાગ લીધો.બાળ મેળા ની સાથે સાથે બાળકો એ ફાટસર ગામ માં આવેલ એગ્રો પ્રોડક્ટ્સ ફેકટરી, ન્યુટ્રિસાઈડ કંપની અને ઓઇલ મીલ ની મુલાકાત લીધી અને તેમના વિશે માહિતી આપવામાં આવી.આચાર્ય શ્રી ના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા બાળકો ને સાથે રાખી કાર્યક્રમ ને સફળ બનાવવા આવ્યો.

