Gujarat

બહાદરપુર ફાયરિંગ બટમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ 

તા. ૩૧/૦૩/૨૦૨૨ અને તા. ૦૧/૦૪/૨૦૨૦૨ના રોજ રાજયકક્ષાના મહિલા લીડરશીપ તાલીમ કેમ્પના મહિલા હોમગાર્ડઝ તાલીમાર્થી સભ્યોની ૩૦૩ રાઇફલ ફાયરિંગ પ્રેકટીશ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ફાયરિંગ બટ ખાતે યોજાનાર છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆએ ઉપર્યુકત તારીખો દરમિયાન બહાદરપુર ફાયરિંગ બટ આજુબાજુ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મળતી વિગતો અનુસાર બહાદરપુર ગામની સીમાના સર્વે નંબર ૮૨૩(બ)ની જમીનમાં તથા તેની આસપાસના સર્વે નંબરની જમીનના ૧૦૦ મીટર ત્રિજયાના ક્ષેત્રફળ વિસ્તારમાં સર્વે નંબર ૮૨૩(બ)ની ચતુર્દિશા મુજબ પૂર્વે સર્વે નંબર ૮૨૫ની જમીન ઓરસંગ નદીની હદમાં ૧૦૦ મીટરની ત્રિજયા સુધી, પશ્ચિમે સર્વે નંબર ૮૪૮,૮૪૯,૮૫૦ની જમીનની હદમાં ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તાર સુધી, દક્ષિણે સર્વે નંબર ૮૪૪,૮૪૫ની પડતર જમીનની હદમાં ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તાર સુધી અને ઉત્તરે સર્વે નંબર ૭૫૫,૭૫૬ની જમીનની હદમાં ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તાર સુધી પોલીસ ખાતાના અધિકારી/કર્મચારી/તાલીમાર્થીઓ તથા પોલીસ ખાતા તરફથી ખાસ ફરજ આવેલ હોય તે વ્યક્તિઓ સિવાય કોઇએ અવર-જવર કરવી નહીં તેમજ હાજર રહેવા તથા નદીમાં હોડી હંકારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહરેનામું તા.૩૧/૦૩/૨૦૨૨ થી તા. ૦૧/૦૪/૨૦૨૨ સુધીના દિન-૨ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *