*અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે પોતના સ્વખર્ચે ભાગ લીધેલી 64 ટીમોની એન્ટ્રી નિઃશુલ્ક કરાવી હતી.*
ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે 25 દિવસ સુધી ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમો ભાગ લીધો હતો અંબાજીની ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવકૈલાસ ટીમ ચેમ્પિયન બની હતી ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજ અંબાજીમાં જી.એમ.ડી.સી મેદાન ઉપર આયોજન કરવામાં આવ્યું હતું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં શિવકૈલાસ ટીમ વિજેતા બની હતી . જિલ્લામાંથી 64 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો જેમાં શિવ કૈલાશ મૂર્તિ ટીમ અને જીઆઇએસએફની ટીમ ફાઇનલમાં પહોંચતા 12 ઓવરની ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં જીઆઇએસએફની ટીમ 106 રન કરી ઓલ આઉટ થયા હતા તેની સામે શિવ કૈલાસની ટીમે 107 રન ફટકારી 6 વિકેટે થી ફાઇનલ મેચ જીતી ચેમ્પિયન બની ટ્રોફી જીતી હતી . આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી 64 ટીમોના ‘ મેન ઓફ ધ મેચ ‘ તેમજ રનર્સ મેચના ખિલાડીઓને ટ્રોફી હેમંતભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ અંબાજી ગામ ના ખેલાડીઓમાં પડેલી સુષુપ્ત શક્તિ બહાર આવે ને તેમનું ટેલેન્ટ રાજ્ય સહિત દેશભરમાં ઝળકે તે માટે ટુર્નામેન્ટનો ખર્ચ અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે પોતના સિરે લઈ ભાગ લીધેલી 64 ટીમોની એન્ટ્રી નિઃશુલ્ક કરાવી હતી.
*અંબાજી ગામ ના યુવાનો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન કરવા બદલ હેમંતભાઈ દવે નો આભાર માન્યો*
અંબાજી ગામ માં હેમંતભાઈ દવે દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન તથા ઉત્તમ વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી હતી અંબાજી ગામમાં ઘણાં વર્ષો બાદ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન રૂપે દરેક વિજેતા ટીમને હેમંતભાઈ દવે દ્વારા ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી અને ટુર્નામેન્ટનો ખર્ચ અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે પોતના સિરે લઈ ભાગ લીધેલી 64 ટીમોની એન્ટ્રી નિઃશુલ્ક કરાવી હતી અંબાજી ગામ ના યુવાનો દ્વારા હેમંતભાઈ દવે નો આભાર માનવામાં આવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


