જૂની પેંશન યોજના શરૂ કરવા ની માંગ સાથે શિક્ષક સંઘ દ્વારા નાંદોદ ના ધારાસભ્ય ને રજુઆત
“જૂની પેંશન યોજના મૂળભૂત અધિકાર જેને મેળવીનેજ રહીશું” : સામુહિક શપથ
આજ રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પ્રેરિત નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય સહયોગી સંગઠનો દ્વારા ૧૪ એપ્રિલ બંધારણ અધિકાર દિવસે ઉજવણી કરી હતી ડૉ.બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી જૂની પેન્શન યોજના માટે લડત આપવા સહભાગી થવા સંકલ્પ લીધો હતો. ત્યાર બાદ નાંદોદ વિધાન સભા ના ધારાસભ્યશલ પી. ડી વસાવા ને આવેદન પત્ર આપી પોતાની માંગણીઓ ની રજૂઆત કરી હતી. પી. ડી વસાવા એ આ બાબત વિધાન સભામાં જોરદાર રજૂઆત કરવા અનેમ મુખ્ય મંત્રી ને આવેદન પહોંચાડવા વિશ્વાસ અપાવ્યો હતો. સાથે સાથે જ્યારે પણ કર્મચારીઓને જરૂર પડશે ત્યારે સાથે રહેવા જણાવ્યું હતું. જિલ્લા સંઘના હોદ્દેદારો, નાંદોદ તાલુકા અને તિલકવાડા ગરુડેશ્વર માં હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. નાંદોદ તાલુકા સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડાએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ડૉ આંબેડકરે સંઘર્ષ ની પરિભાષા દુનિયાને સમજાવી છે ત્યારે તેમને આપણે બંધારણીય અધિકારો પુનઃ સ્થાપિત કરવા આપણે સંઘર્ષ કરવો પડશે અને તે માટે આપણે તૈયાર રહેવું પડશે. આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, રાજ્ય કારોબારી નિલેશભાઈ પટેલ, મીનાબેન વસાવે કર્મચારીઓના પ્રશ્નો ની રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પરમાર જિલ્લા સંઘના ઉપપ્રમુખ અને નાંદોદ તાલુકા સંઘના મંત્રી અનિલ ભાઈ વસાવાએ કર્યું હતું


