Gujarat

બાવળામાં જૂની શંકા રાખી મિત્રએ મિત્રની ગળા પર છરી મારી કરી હત્યા

બાવળા
બાવળામાં યુવકે બે-અઢી મહિના અગાઉ પત્નીના મોબાઈલમાં મિત્રનો મેસેજ જાેયો હોવાથી બંને વચ્ચે આડા સંબંધ હોવાની શંકા રાખીને, વાળંદની દુકાનમાં મિત્રએ તીક્ષ્ણ છરીના આડેધડ ધા મારીને મિત્રની હત્યા કરી હતી. તથા આરોપી પોલીસમાં હાજર થઈ જતાં પોલીસે તેની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રએ જ પિત્રની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. બાવળામાં તળપદવાસમાં રહેતાં મનીષ હર્ષદભાઇ ઠાકોર સાંજના માર્કેટયાર્ડ સામે દેવ આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી અશ્વિન પારેખની એન્ટીક હેર આર્ટની દુકાને ગયો હતો. ત્યાં અશ્વિનભાઈ ૧ની દાઢી બનાવતા હતા. તે વખતે દુકાનમાં તળપદવાસમાં રહેતો ગોવિંદભાઈ બાબુભાઈ ઠાકોર હાથમાં છરી લઈને આવી અચાનક મનીષને છરીના આડેધડ ઘા મારવા લાગ્યો હતો. જેથી અશ્વિનભાઈ જાેઈ જતાં છોડાવવા જતા તેને કહ્યું કે વચ્ચે ના આવતો નહી તો તને પણ પતાવી દઈશ. તેવી ધમકી આપતાં તે ગભરાઈ ગયો હતો. મનીષને હોઠ, ગરદન, છાતી, પેટ, બંન્ને હાથે તથા માથાના પાછળના ભાગે છરીનાં ધા માર્યા હોવાથી તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હોવાથી તેને અશ્વિનભાઇ અને બીજા માણસો રિક્ષામાં બાજુમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં લઈ ગયાં હતા. હોસ્પીટલમાં ડોક્ટરે તપાસ કરીને તેની હાલત સીરિયસ હોવાથી અમદાવાદ રીફર કરતાં તેને એમ્બુલન્સમાં સારવાર માટે અમદાવાદ શેલ્બી હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો.પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા તેનું મોત થવા પામ્યું હતું. આથી મનીષના ભાઇ શૈલેષભાઈ હર્ષદભાઈ ઠાકોરે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપી ગોવિંદ ઠાકોર મનિષની હત્યા કરી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં તેની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *