Gujarat

બીઆરસી ભવન પાસે સરકારી અનાજના ગોડાઉનનું મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાપર્ણ.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત કપડવંજ ખાતેના ૨૦૦૦ ટન કેપેસિટી ધરાવતા ગોડાઉનનું લોકાર્પણ
———————–
રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત કપડવંજ ખાતેના 2000 ટન કેપેસિટી ધરાવતા ગોડાઉનનું લોકાર્પણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કપડવંજ ખાતે બીઆરસી ભવન પાસે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની સ્થાપના રાજ્ય સરકારના જાહેર સાહસ તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ કરવામાં આવી છે
આ પ્રસંગે મંત્રી અર્જુનસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના નાગરિક સુધી અનાજ સુરક્ષિત રીતે પહોંચે તે માટે અને ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે સતત ચિંતા કરી માળખાકીય મજબૂત સુરક્ષા ઉભી કરી રહી છે. કપડવંજ ખાતે નવનિર્મિત આ ગોડાઉન પ્રજા અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ અને લાભદાયક બની રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની કોરોનાકાળમાં ૮૦ કરોડ પરિવારજનોને વિનામૂલ્યે અનાજ આપવાની યોજના સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગામડાના અંતરિયાળ વિસ્તારોના ગરીબ માનવી સુધી આ યોજનાનો લાભ પહોંચે તે માટે કોરોના કપરા કાળમાં પણ સસ્તા અનાજના દુકાનના સંચાલકોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ખડે પગે ફરજ બજાવી કડીરુપ ભૂમિકા નિભાવી હોવાનું જણાવી તેઓની કામગીરીને બિરદાવતા રાજ્ય સરકારની ખેડૂતો, મહિલાઓ, યુવાનો સૌને માટેની પ્રજાલક્ષી 256 જેટલી યોજનાઓનો લાભ ઘેર-ઘેર પહોંચે તે માટે જવાબદારી નિભાવવા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને અનુરોધ કર્યો હતો‌.
  જિલ્લા પુરવઠા અધિકારી નેહા પંચાલે સ્વાગત પ્રવચન સાથે નવનિર્મિત ગોડાઉનની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં 2000 મેટ્રિક ટન અનાજનો સંગ્રહ થઈ શકશે જેથી કરીને કપડવંજ તાલુકાના ૮૯ દુકાનદારો અને પ્રજાને ઘઉં, ચોખા, ચણા,દાળ અને તેલ જેવી જીવનજરૂરી વસ્તુઓ સુરક્ષિત મળી રહેશે. મધ્યાન ભોજન કેન્દ્રો ખાતે ઘઉં, ચોખા, ચણા, દાળ, અને તેલ ઉપરાંત આંગણવાડી ખાતે ઘઉં, મીઠું અને તેલ પુરા પાડવામાં આવે છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., ધ્વારા કેન્દ્ર સરકાર / રાજ્ય સરકારની મંજૂરી અનુસાર ખેડૂતો પાસેથી (MSP) હેઠળ ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિ (જેવી કે ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી વિગેરે તથા નાફેડ વતી મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો વિગેરે જેવી ખરીદી) ની કામગીરી પણ કરે છે. નિગમ દ્વારા કુદરતી કે માનવીય આપત્તિઓ જેવી કે, ભૂકંપ, દુકાળ પૂર, વાવાઝોડું, કોમી રમખાણો વિગેરે જેવા સમયે જરૂરિયાત મંદોને સરકારની સૂચનાનુસાર ખાદ્ય સામગ્રી તેમજ જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી પણ ગુ.રા.ના.પુ.નિ.લી., ધ્વારા કરવામાં આવે છે.
 આ નવા કન્સ્ટ્રકશન ઓફ ગોડાઉન બિલ્ડીંગમાં  ૨૦૦૦ એમ.ટી. કેપેસીટી, ઓફીસ બિલ્ડીંગ એન્ડ સેક્યુરીટી કેબીનની વ્યવસ્થા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત ધ્વારા આ કામ માટે રૂા.૨૫૨.૫૯ લાખની વહીવટી મંજૂરી મળેલ હતી જ્યારે રૂા. ૨૭૪.૪૪ લાખની તાંત્રિક મંજૂરી સામે રૂા.૧૯૫.૧૦ લાખ (૨૫.૫૩ ટકા નીંચુ) ટેન્ડર મંજૂર થયેલ હતું. જેનુ કામ એલીવેટ કન્સ્ટ્રકશન,અમદાવાદ, ધ્વારા કરવામાં આવ્યું છે. કામ ૧૬-૦૫-૨૦૧૮ ના રોજ શરૂ કરવામાં આવ્યુ; હતું અને ૦૫-૧૨-૨૦૨૧ ના રોજ પર્ણ કરવામાં આવ્યું હતું. આ મકાનમાં  ૧.ગોડાઉન બિલ્ડીંગ (G+0) – ૧૧૯૩.૭૧ ચો.મી., ૨. ઓફિસ બિલ્ડીંગ (G+1) – ૧૧૮.૬૯ ચો.મી.અને આ મકાનમાં સિક્યુરીટી કેબિન – ૭.૦૫ ચો.મી. મળી કુલ – ૧૩૯૧.૪૫ ચો.મી.નું બાંધકામ અને ૬૦૦૦.૦૦ ચો.મી.નું જમીનના ક્ષેત્રફળનું બનેલું છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.વી. મકવાણા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, ગોપાલ શાહ, સેજલ બ્રહ્મભટ્ટ,નિલેશ પટેલ,  વિવેક પટેલ, ધુળાભાઈ સોલંકી, આશિષ શાહ,  ચીમનભાઈ પટેલ,  મહેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કન્યા શાળાની બાલિકાઓએ પ્રાર્થના કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમાર અને મામલતદાર જય પટેલે, જ્યારે આભારવિધિ કપડવંજ ગોડાઉન મેનેજર અર્પિતા પટેલે કરી હતી.

FB_IMG_1649339480061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *