Gujarat

બીલીમોરામાં ટોળા દ્વારા વીજ કચેરીએ પથ્થરમારો કરાયો

નવસારી
બીલીમોરામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઓવરહેડ કેબલના ત્રાસથી છૂટકારા માટે વીજ કંપની દ્વારા બીલીમોરાના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ કેબલ નાંખવામાં આવ્યાં છે. જેના કારણે વીજ વિતરણની વ્યવસ્થા સુચારુ બનાવી શકાય. હાલમાં બીલીમોરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ એચટી કેબલ કાર્યરત છે. આંતલિયાથી જેજે મહેતા હાઇસ્કુલ સુધીમાં વિસ્તરેલા કેબલમાં અચાનક કોઈ મોટો ફોલ્ટ સર્જાતા બીલીમોરાના પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારના અમૂક ભાગમાં વીજળી ડૂલ થઈ હતી. મોડે સુધી પાવર નહીં આવતા લોકો લોકો ઉનાળામાં પરસેવે રેબઝેબ થયાં હતા. વારંવાર વીજ કચેરીએ ફોન કરવા છતાં પણ યોગ્ય જવાબ ન મળતાં ટોળું વીજ કચેરીએ ધસી ગયું હતું અને પથ્થરમારો કર્યો હતો. જેને લઇને તાત્કાલિક બીલીમોરા પોલીસના જવાનોએ કચેરીએ પહોંચીને ટોળાને વિખેર્યું હતું. જેના બાદ મેઈન્ટેનન્સ સ્ટાફે મોડે મોડે ક્ષતિગ્રસ્ત લાઇનને બાયપાસ કરીને બીજા ટ્રાન્સફોર્મર ઉપર ડાયવર્ટ કરીને મળસ્કે ૪.૩૦ કલાક વીજપુરવઠો પૂર્વવત કરવા પ્રયત્ન કર્યો હતો. તે ટ્રાન્સફોર્મર ઉપર વધુ વીજભાર આવતા ફરી પાવર સપ્લાય ખોટકાયો હતો. જે ભારે જહેમત બાદ પૂર્વવત કરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વીજ લાઈનની ક્ષતિ વહેલી નહીં શોધાતાં લોકો કલાકો સુધી વીજળી વિના રહેતા અકળાયા હતા. પોલીસની બે ગાડી મૂકવાની ફરજ પડીવીજ ફોલ્ટથી અને વીજ કચેરીએથી યોગ્ય જવાબ ન મળતાં પશ્ચિમ વિસ્તારના રહીશો દેસરા રોડ સ્થિત જીઈબી કચેરીએ એકત્ર થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે પોલીસની બે ગાડી બંદોબસ્ત અર્થે મૂકવાની ફરજ પડી હતી. વીજ પુરવઠો વહેલી તકે આપવાની ખાતરી આપી હતી. ધંધા-રોજગારને મોટું આર્થિક નુકસાનવીજ લાઈનની ક્ષતિના કારણે પૂર્વ વિસ્તારમાં સોમનાથ મંદિર વિસ્તાર, મપારા હોસ્પિટલ વિસ્તાર પ્રભાવિત થયો હતો. જ્યારે પશ્ચિમનો સંપૂર્ણ વિસ્તારને વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં આવતા ધંધા-રોજગારને પાવર સપ્લાયના કારણે મુશ્કેલી સાથે મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું.બીલીમોરામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નાંખવમાં આવેલી ભૂગર્ભ એચ.ટી. (હાઈટેન્શન) કેબલમાં ફોલ્ટ સર્જાતાં પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોટકાયો હતો. જેના પગલે ૨૪ કલાક લોકોને વીજળી વીના વિતાવવી પડી છે. વીજ કચેરીમાંથી યોગ્ય જવાબ નહીં મળતા લોકટોળું વીજ કચેરીએ ધસી ગયું હતું અને પથ્થરમારો થયો હતો.

Anger-among-the-residents-who-do-not-get-electricity.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *