Gujarat

બોટાદમાં તુલસી એમ્પાયર દ્વારા ગણેશોત્સવમાં આરતી દરમિયાન વિભિન્ન થીમ આકર્ષણનું કેન્દ્ર બની

બોટાદ
ગણપતિ બાપા મોરયાના નાદ સાથે હાલ ગણપતિ ઉત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે બોટાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ તુલસી એમ્પાયર શોપિંગ સેન્ટરમાં છેલ્લા ૪ વર્ષથી ભાવપૂર્વક ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ૫મા વર્ષે પણ શોપિંગ સેન્ટરના બિલ્ડર તેમજ દુકાન ધારકોના સહયોગથી આ વર્ષે પણ ભવ્ય ગણપતિ ઉત્સવની ઉજવણી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે રોજ રાત્રે ગણપતિ આરતી દરમિયાન અલગ અલગ વેશભૂષા સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ અહીં ઉત્સવ દરમિયાન જાેવા મળે છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ભારતમાતાની થીમ સાથે ગઈકાલે આર્મી જવાનોની અનુભતી સાથે દેશ ભક્તિના ગીતોના માહોલ વચ્ચે તિરંગાની અલગ અલગ જગ્યા પર ફ્લેગ લગાડી રાષ્ટ્ર ભાવનાના દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે જ ગણપતિબાપાના દર્શન અને આરતીમાં મોટી સંખ્યામાં આસપાસના અનેક વિસ્તારમાંથી આરતીનો લાભ લેવા ભીડ ઉમટેલી જાેવા મળી હતી. તો ગણપતિ બાપાની આરતી સાથે રોજ અલગ અલગ થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગણપતિ ઉત્સવને સફળ બનાવવા શોપિંગ સેન્ટરના સંચાલક વિજય તેરયા સહિત તમામ દુકાન ધારકો સફળતાપૂર્વક આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *