વહેલી તકે કબ્રસ્તાન ની ચોફેર આવેલ દીવાલ નવી બનાવવા મા આવે તેવી બોડેલી મુસ્લિમ સમાજની માંગ
બોડેલી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ ના કારણે ઠેર ઠેર જળબંબાકાર ના દ્રષ્યો સર્જાયા હતા
બોડેલી ના મુસ્લિમ સમાજના કબ્રસ્તાન મા ભારે તારાજી સર્જાઇ છે 100 થી વધુ કબર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હોવાનુ બહાર આવ્યુ તો 70 થી 80 ટકા કબ્રસ્તાન ને નુકસાન થયું છે
છોટાઉદેપુર જીલ્લા મા પડેલા વરસાદે ભારે વિનાસ વેર્યો છે જીલ્લા મા કેટલાંય નિચાણવાળા વિસ્તારો મા પાણી ભરાતા હાલાકી સર્જાઇ હતી ખાસ કરીને બોડેલી તાલુકા મા પડેલા 22 ઇચ થી વધુ વરસાદે તારાજી સર્જી છે પાણી ઓસરતા હવે કયાં કેટલું નુકસાન થયું તે ધીમે ધીમે સામે આવી રહ્યુ છે બોડેલી ના રજાનગર દિવાનફળીયા વર્ધમાન નગર વિસ્તાર મા પાણી ભરાતા હાલાકી સર્જાઇ હતી તો બીજી તરફ બોડેલી ગામની મધ્યે થી પસાર થતા હરખલી કોતર ના પાણી કબ્રસ્તાન તેમજ સ્મશાન પાસે થી પસાર થતુ હોઇ કબ્રસ્તાન માં ભારે ખાના ખરાબી કરી હતી અને કબ્રસ્તાન ની ચોફેર ની ત્રણ જેટલી સ્વરક્ષણ દિવાલો તોડી નાખી પાણી નો પ્રવાહ આગળ ગયો હતો અને સ્મશાન ની પણ એક દિવાલ તોડી નાખી હતી
વરસાદી પાણી ઓસરી જતા મુસ્લિમ સમાજ દ્વારા બોડેલી ના કબ્રસ્તાન નુ નિરીક્ષણ કરતા કબ્રસ્તાન મા સ્વરંક્ષણ દિવાલો તુટી જતા ખુબ મોટા પાયે નુકસાન થયુ છે પાણીના ધસમસતા પ્રવાહમાં 100 થી વધુ કબર પાણી મા તણાઇ જવાની ઘટના સામે આવી છે તો કબ્રસ્તાન મા માટીનું ધોવાણ થતા કબ્રસ્તાન 70 થી 80 ટકા ડેમેજ થયુ હોય બોડેલી ના મુસ્લિમ યુવાનો દ્વારા તાત્કાલિક સમારકામ શરુ કરી દેવાયુ છે બેસી ગયેલી કબરોને કબ્રસ્તાન ની બહાર આવેલી જગ્યા એથી માટી ખોદી માટી પુરાણ કરવામાં આવી છે
બોડેલી અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી નિમિષા બેન સુથાર તેમજ ધારાસભ્ય અભેસિહ ભાઇ તડવીએ પણ કબ્રસ્તાન વિસ્તાર ની મુલાકાત લીધી હતી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાન પાસે તુટી ગયેલ સ્વરક્ષણ દિવાલ બનાવવા સરકાર પાસેથી સહાય અપાવવા અપીલ કરી છે
તો નિમિષા બેન સુથારે પણ વહેલી તકે કબ્રસ્તાન ની ચોફેર આવેલ દીવાલ નવી બનાવવા રકમ ફાળવી આપવાની હૈયા ધારણ આપી છે
બોડેલી ના અસરગ્રસ્ત વિસ્તાર મા આવેલા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિહ રાઠવાએ પણ બોડેલી કબ્રસ્તાન ખાતે આવી જોતા તેમને પણ અહી થયેલા ભારે નુકસાન ને લઇ રાજ્ય સભામાથી અથવા તો અન્ય કોઇ જગ્યાએ રજુઆત કરી કબ્રસ્તાન ની તુટી ગયેલી સ્વરક્ષણ વહેલી તકે બનાવવામા ગ્રાન્ટ ફાળવવામાં આવે તે માટે ની લાગણી વ્યકત કરી હતી
હાલતો બોડેલી ના મુસ્લિમ યુવાનો તેમજ સખીદાતાઓ દ્વારા માટી મંગાવી કબ્રસ્તાન નુ સમારકામ શરુ કરી દેવાયુ છે છે પરંતુ જો આજ પ્રમાણે ફરી ધોધમાર વરસાદ ખાબકે અને પાણી નો ધસમસતો પ્રવાહ અહીથી પસાર થાય તો કબ્રસ્તાન મા ખુબ મોટુ નુકસાન થાય તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થયુ છે
બોડેલી મુસ્લિમ સમાજના કબ્રસ્તાન મા ગ્રામ પંચાયત તેમજ રકમ ફાળવી કબ્રસ્તાન ને ખુબ સુંદર બનાવી દેવાયું હતું પરંતુ વરસાદે સર્જેલી તબાહી થી બોડેલી ના કબ્રસ્તાન મા ભારે નુકસાન થતા દુખ ની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

