Gujarat

બોડેલી ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ પ્રાથમિક શાળા માં રમતોત્સવની ઉલ્લાસ સાથે ઉજવણી.            

બોડેલી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક અને એમ.ડી.આઈ પ્રાથમિક શાળામાં આજરોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી ,વિદ્યાર્થીનીઓએ અનેરા ઉત્સાહ સાથે વોલીબોલ, કબડ્ડી, ક્રિકેટ,ગોળા ફેક લાંબી કૂદ,સંગીત ખુરશી જેવી રમતોમાં સહભાગી થવાની સાથે આજના આધુનિક યુગમાં ભૂલી વિસરાઈ ગયેલી રમતોમાં ગિલ્લી ડંડા, લખોટી, લંગડી, સિક્કા શોધ ને જીવંત કરી શાળાના વિદ્યાર્થીઓ તથા શાળાના આસપાસના વિસ્તારમાંથી રમતો ની મજા માણવા આવેલ જનમેદનીને મનોરંજન પૂરું પાડ્યું હતું. *શાળાના શિક્ષકો મા ભાઈઓ અને બહેનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધામાં બહેનો વિજય બન્યા* હતા અને નારીશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી યું .વાય .ટપલા સાહેબે શિયાળાની ગુલાબી ઠંડીમાં રમતોથી થતા લાભ વિશે માર્ગ દર્શન આપ્યું હતું. જ્યારે શાળાના વ્યાયામ શિક્ષક એમ.એમ. ઠાકોર સાહેબે રમતોથી થતા શારીરિક ફેરફારો તથા જીવનમાં રમતોનું શું મહત્વ છે તેના વિશે જ્ઞાન અર્પણ કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221230-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *