બોડેલી માં રહેતા સેન સમાજ દ્વારા બોડેલી નગરમાં સેન મહારાજની જન્મ જયંતિનની ઉજવણી કરવામાં આવી હતી
બોડેલીમાં વર્ષોથી રહેતા રાજસ્થાની પરિવાર દ્વારા સેન મહારાજ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી
બોડેલી નગરમાં પહેલી જ વખત રાજસ્થાન ના લોકો બધા ભેગા મળીને સેન મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે રાજસ્થાની પરિવાર દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો
સેન સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે બધાએ ભેગા મળીને ઉજવણી કરી છે બધાએ ખૂબ સહયોગ આપ્યો છે અને આવતા વર્ષે આના કરતાં ભવ્ય સેન મહારાજની જન્મ જયંતી ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું સેન સમાજના લોકો દ્વારા પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી


