બોડેલી થી ત્રણ કિલોમીટર દૂર વણીયાદરી પાસે બની ઘટના બોડેલી ફાયર ફાઈટર આવ્યું પણ આગ ઓલવવાની કોશિશ કરી હતી પણ પણ ટ્રક બડી ને ખાખ થઈ ગઈ હતી
ગઈકાલે રાત્રે નસવાડી બોડેલી હાઇવે પર બોડેલી થી નજીક ત્રણ કિલોમીટર હાઇવે રોડ પર વનીયાદરી પાસે રેતીની ટ્રકમાં આગ લાગી હતી
નસવાડી થી બોડેલી તરફ ટ્રક આવી રહી હતી ત્યારે નર્મદા મુખ્ય નહેરનો ઉતર્યા બાદ ટ્રક ની કેબિનમાં આગ લાગી હતી
ટ્રક ની કેબીનમાં વાયરીંગમાંથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે સામાન્ય આગ લાગી હતી જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખે આખી જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી ટ્રકના પૈડામાં પણ આગ લાગતા ટાયરો એટમ બોમ્બ ની જેમ ધડાકાભેર ફૂટયા હતા
રાત્રે 8:00 વાગ્યા ની આજુબાજુ આ ઘટના બની હતી બોડેલીના ફાયર ફાઈટર એ આગ ઓલવી હતી પરંતુ આખી ટ્રક સળગીને ભસ્મ થઈ ગઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


