બોડેલી પાવાગઢ હાલોલ હાઇવે રોડ ઉપર થતા અકસ્માતો માં અનેકો ના જીવ ગયા તો સેંકડો લોકો ને ઇજાઓના પગલે હાથ પગ તુટ્યા
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ને અને પંચમહાલ ના યાત્રાધામ પાવાગઢ અને હાલોલ ને જોડતા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ખાડા ને લઈને વાહનચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે આ રોડ પર વારંવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે
વીતેલા દસ વરસ પહેલા હાલોલ બોડેલી હાઇવે ઉપર પ્રથમ વાર રોડ એટલી હદે ખખળ ધજ થયો છે અગાઉ જે રોડ ની હાલત અત્યંત ખરાબ હતી તેવી આજે વરસો બાદ જોવા મળે છે
હાઈવે પર રોજે રોજ ખાડા નો વધારો થઈ રહ્યો છે અને ખાડાની સાથે સાથે સાથે રોડ ઉપર પડેલા લીસોટા ના પગલે રોજેરોજ અનેક ઠેકાણે અકસ્માતો થાય છે વહેલી તકે રોડ પર ના ખાડા પુરાય અથવા તો નવેસરથી રોડ બને તેમ વાહનચાલકો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


