Gujarat

બોડેલી સેવાસદન ખાતે મધ્યાહન ભોજન ના કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન અને આપ્યું આવેદન

બોડેલી માં મધ્યાહન ભોજન ના કર્મચારીઓ એ વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું.
      બોડેલી સેવાસદન ખાતે મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ એ  વેતન વધારવા બાબતે મોટી સંખ્યા માં સંચાલકો એ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
        છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી, નસવાડી, સંખેડા ના ગુજરાત રાજ્ય પી એમ પોષણ યોજના ના કર્મચારીઓ એ સંચાલક, રસોઈયા અને મદદનીશ  ને પોસ્ટ મુજબ   છેલ્લા ૩૭ વર્ષ થી  ૧૬૦૦, થી ૧૪૦૦,૫૦૦જેટલું ન જીવું વેતન માં ફરજ બજાવતા હોય  જે હાલ ની કાળજાળ મોંઘવારી માં પોતાનું ગુજરાન ચલાવવા માટે ખુબ મુશ્કેલ થઇ પડતું હોવાથી અનેક વખત લેખિત અને મૌખિત વેતન વધારવા બાબતે રજુવાત કરવા છતાં છેલ્લા ૫ વર્ષ થી વેતન ન વધતા આજરોજ બોડેલી, સંખેડા અને નસવાડી ના મોટી સંખ્યા માં મધ્યાહન ભોજન ના કર્મચારીઓ એ બોડેલી સેવાસદન ખાતે મોટી સંખ્યા માં  રેલી કાઢી વેતન વધારવા અંગે ના સુત્રોચાર કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220924-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *