Gujarat

બોડેલીના રતનપુરા થાણા ગામે ખેડૂતના ખેતરમાં બાંધેલા વાછડાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જ્યારે બનાવને લઈ બોડેલી વન વિભાગના કર્મીઓ સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી

મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રતનપુરા થાણા ગામ આવેલું છે જ્યાં ગામ નજીક એક ખેતર માં ત્યાં છાપરી કરી વાછરડા સહિત અન્ય પશુ બાંધવામાં આવ્યા હતા ત્યારે પશુઓમાંથી એક વાછરડા ઉપર દીપડાઓ હુમલો કરી મારણ કર્યું હતું અને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો જો કે જમીન પર દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે ઉપરોક્ત બનાવ અંગે બોડેલી વન વિભાગને જાણ થતાં  કર્મીઓ સ્થળ પર પોહચ્ય  હતા અને જરૂરી કાગળ કરી સહાય માટેની તજવીજ હાથ ધરી હતી આ ઉપરાંત બનાવને લઈ રતનપુરા થાણા સહિત આસપાસ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો  હત
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220924-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *