પાવી જેતપુર ના ડુંગરવાંટ રહેતા અને મોટી બેજ શાળા માં પટાવાળા ની ફરજ બજાવતા યુવક અને મધ્યાહન ભોજન માં નોકરી કરતા તેઓના પત્ની ઉ. વ. 43 મેસ્રો મોપેડ પર બોડેલી આવ્યા હતા. ઢોકલિયા બી. કે. પેટ્રોલ પંપ સામે ટ્રેકટર ના શોરૂમ તરફ ટ્રેકટર ની ખરીદી માટે આવ્યા હતા. યોગેશ્વર હોસ્પિટલ તરફ થી ઢોકલિયા તરફ જતા હતા ત્યારે રેલવે ક્રોસિંગ નજીક મોપેડ ને પાછળ થી રેતી ભરવા આવતા હાઇવા ડમ્પરે ટક્કર મારી હતી અને ટક્કર વાગતાં જ મોપેડ પરથી ચાલક યુવક ને રોડ ની કિનારી તરફ પડ્યા અને પાછળ બેઠેલા પત્ની રોડ ની વચ્ચે પડ્યા જેથી પાછળ આવતા ડમ્પર માં તોતિંગ પૈડાં નીચે આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


