બોડેલી માં ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાવા ના બનાવ સામે આવ્યા છે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા છેલ્લા બે દિવસથી બોડેલીમાં છુટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે
આજે બપોરે બે વાગ્યા ની આસપાસ બોડેલી પંથક માં ધોધમાર વરસાદ પડ્યો હતો અડધો કલાક કરતા વધુ સમય માં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઇને ઠેર ઠેર પાણી પાણી જોવા મળી રહ્યું હતું અને બોડેલીની નીચાણ વાળા વિસ્તારો માં આવેલી અનેક દુકાનો માં વરસાદી પાણી ધુસી ગયા હતા કલાકમાં એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.
વરસાદને પગલે રોડ પર પણ પાણી પાણી જોવા મળ્યું હતું જેને લઇને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બોડેલીના અનેક સોસાયટી વિસ્તારો માં પણ પાણી વરસાદી ભરાયેલા જોવા મળ્યા હતા બોડેલી રેલવે સ્ટેશન પાસે આવેલા બન્ને ગરનાળામાં પણ પાણી ભરાયા હતા લોકોને અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


