ભરૂચ
ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં ૫૩ હજાર રહેણાંક અને ૧૪ હજાર કોમર્શિયલ મિલકત ધારકો આવેલા છે. જેઓ પાસેથી મિલકત વેરા રૂપે ચાલુ વર્ષે ૨૧ કરોડનો લક્ષ્યાંક રખાયો હતો. કોરોનાના સતત બીજા વર્ષમાં પાલિકાને વેરાની અત્યાર સુધી ?૧૨ કરોડની આવક થઈ છે. બાકીદારોને ૧૦ દિવસમાં મિલકત વેરો ભરી દેવા ફરમાન કરાયું છે. જે બાદ સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાની ટીમ દ્વારા હાલ બાકીદારો સામે કડક ઉઘરાણી શરૂ કરી દેવાઈ છે. શહેરમાં ૨૦૦ મિલકત ધારકો એવા છે જેમણે છેલ્લા ૨ થી ૫ વર્ષથી વેરો ભરપાઈ કર્યો નથી. પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી સહિત કારોબારી સમિતિના ચેરમને મિલકત ધારોકોને તેમનો બાકી વેરો ભરી દેવા સૂચન કરાયું છે.ભરૂચ નગર પાલિકા દ્વારા વાણિજ્યક મિલકત ધારકો પાસેથી વેરા વસૂલાત કરવામાં આવી છે. પાલિકાએ ૧૦ મહિનામાં ?૨૧ કરોડના ટાર્ગેટ સામે ૧૨ કરોડની વસૂલાત કરી છે. ત્યારે આગામી ૧૦ દિવસમાં વેરો નહિ ભરનારા મિલકત ધારકની મિલકત સીલ કરવામાં આવશે.


