Gujarat

ભરૂચથી એલસીબીએ વલસાડના બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટવેરા ગાડી નંબર-જી.જે.૨૧.એમ.૩૦૩૫માં પાછળના દરવાજાના અલગ અલગ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી શક્તિનાથથી સેવાશ્રમ રોડ થઇ પાંચબત્તી તરફ જવાનો છે. જેવી બાતમીના પોલીસે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર રિલાયન્સ મોલની સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા પાછળના દરવાજાના ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની ૭૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૩૬ હજારનો દારૂ અને ત્રણ લાખની ગાડી મળી કુલ ૩.૩૯ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વલસાડના સાગર ડેરી રોડ ઉપર આવેલ પારડી ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર ચેતન ઈશ્વર પટેલને ઝડપી પાડ્યો હતો જયારે ભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ પોલીસે ટવેરા કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. બુટલેગર દ્વારા કારની નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હતી. જાે કે, પોલીસે પૂર્વ બાતમીના આધારે દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી.

The-amount-of-alcohol-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *