Gujarat

ભરૂચમાંથી ૧૧.૭૦ લાખના મોબાઈલ ફોન સાથે એક ઈસમ ઝડપાયો

ભરૂચ
ભરૂચ એસ.ઓ.જી.પોલીસ મથકનો સ્ટાફ ચાર્ટર મુજબની કામગીરીમાં શહેરમાં વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મુંબઈ તરફથી ઈકો કારમાં પેસેન્જર તરીકે આવતા ઈસમ પાસે શંકાસ્પદ મોબાઈલ ફોનનો જથ્થો છે. જેના આધારે શીતલ સર્કલ નજીક વાહન ચેકિંગમાં ઉભેલી એસ.ઓ.જી. પોલીસે બાતમી વાળી ઈકો કાર આવતા તેને અટકાવી એક ઈસમની તપાસ કરતા તેની પાસે રહેલ થેલામાંથી એપલ કંપનીના ૧૮ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તેની પાસે બિલ અને આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ૧૧.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત પોલીસે જંબુસરના બાલા નગર સોસાયટીમાં રહેતા સિરાજ હસન કાકાનાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ એસઓજી પોલીસે શીતલ સર્કલ નજીકથી શંકાસ્પદ એપલ કંપનીના મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

More-than-11.70-lakh-items-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *