કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ પણ નવરાત્રીની રાસ-ગરબા હરીફાઈનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતી રાસ-ગરબાની મંડળીઓ નિયત નમુના અરજી ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને તા.૦૯/૦૯/૨૦૨૨ બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં પરત મોકલવાનું રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.
