Gujarat

ભાજપે પ્રયોગશાળા ગુજરાતને નુકસાન પહોંચાડ્યુ ઃ આપ

સુરત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી. ગુજરાતે ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે. આમ આદમી પાર્ટી ઉપર તેમણે કરેલા પ્રહારને કારણે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને તેમને જવાબ આપવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં કહેવાયું કે, પ્રયોગ કરવાનું બંધ કરો તમામ મોરચે ગુજરાતને નુકસાન થયું છે. ભારતીય જનતા પાર્ટી ભાજપને પ્રયોગશાળા માની રહી છે. તેમણે આ પ્રયોગ શાળામાં કેવા કેવા અખતરા કર્યા છે. તેની વાત લોકોને કરવી જાેઈએ. તેમણે કરેલા ખતરાને કારણે ગુજરાતને તમામ મોરચે નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી ખૂબ ઓછા સમયમાં દેશભરમાં પોતાની છાપ છોડી રહી છે. લોકોને તેનામાં ભરોસો દેખાઈ રહ્યો છે. તેને કારણે લોકો વિજય અપાવી રહ્યા છે. ભાજપ ભલે અહંકારમા આવીને નિવેદન કર્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમે માત્ર ૯ વર્ષના સમયગાળા દરમિયાન જ બે રાજ્યમાં મજબૂત રીતે સત્તામાં આવી ગયા છીએ. સુરત જેવા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી હતી. તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી હતી. જે.પી.નડ્ડા જવાબ આપવો જાેઇએ કે, તેમની પાર્ટીની સ્થાપના પછી તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૪ વર્ષ બાદ જગ્યા કરી શક્યા હતા. માંડ બે સાંસદો આ પાર્ટી પાસે હતા. આમ આદમી પાર્ટીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.પંજાબમાં ભાજપનો એકડો પૂરો કરી દીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભરૂચના માલજીપુરા ખાતે આદિવાસી સંમેલન સંબોધવાના છે. બીટીપી પાર્ટીના છોટુ વસાવા પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવશે.

Surat-Aam-Aadmi-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *