ભાવનગર
ભાવનગરના ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરના ૨૪ વર્ષીય લગ્ધીરસિંહએ ચશ્મા લગાવ્યા વગર ચોખાના ૩૧૪ દાણા પર હનુમાન ચાલીસા લખીને પોતાની કારીગીરીની ઓળખ આપી છે. આ હનુમાન ચાલીસા લખવા માટે તેમણે કોઈપણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો નથી.રોજિંદા વપરાશની સાદી લાલ બોલ પેનથી જ કૃતિ પૂર્ણ કરી છે, સુક્ષ્મ કળા શિખવા માટે તેમણે ભારે મહેનત કરી હતી. લગ્ધીરસિંહ ખેંગારસિંહ ગોહિલએ ધોરણ ૧૨ કોમર્સ પછી ઈતિહાસ વિષયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે ધોળકાની આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્ષ ૨૦૨૧માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. હાલમાં મે-૨૦૨૨માં તેમણે ૩૧૪ ચોખાના દાણા ઉપર ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીસા લખી હતી. એના માટે મેં કોઈ પણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો ન હતો, માત્ર રોજિંદા વપરાશની સાદી લાલ બોલ પેનથી જ કૃતિ પુર્ણ કરી હતી. જેને લઈ આ કૃતિને ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. આ બે બુકમાં સ્થાન મેળવવા બદલ મેજીક બુક ઓફ રેકોર્ડ દ્વારા બેસ્ટ અચિવર્સ ૨૦૨૨નો એવોર્ડ પણ મેળવ્યો હતો. કષ્ટભંજન દેવ સાળંગપુરના મહંત દ્રારા પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. હું મારા રસના વિષયમાં ખૂબ જ આગળ વધવા માગીને દેશનું નામ રોશન કરવા માગું છું.ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરના રહેવાસી ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહએ ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખી ત્રણેય બુક ઓફ રેકોર્ડ તેના નામે નોંધાયા છે. ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.


