છોટાઉદેપુર કાર્યક્રમ પતાવીને જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર નસવાડી ખાતે બ્રિજ અને શાળાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા હતા. એના થોડીક જ મિનિટ પહેલા રસ્તાની બાજુમાં ઝાળીમાં એક યુવક બાઈક લઈને રોડ પર પટકાઈને પડ્યો હતો. મંત્રી એ જોતા જ આખો કોન્વે રોકી અને સત્વરે અકસ્માતગ્રસ્ત ભાઈને પ્રાથમિક સારવાર અપાય એ માટેની તજવીજ હાથ ધરી હતી. 108 ગાડીની રાહ જોયા વગર પોતાના કોન્વેની જ પાયલોટિંગ પોલીસ વાનને જ વાનમાં એ પીડિત ભાઈને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇઝ કરવાની વ્યવસ્થા ગોઠવીને કોન્વેમાં હાજર જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપીને ઘટતી કાર્યવાહી કરીને રિપોર્ટ કરવાની પણ સૂચના આપી હતી. સ્થળ પર હાજર સૌએ મંત્રી નિમિષાબેન સુથારની આ માનવતાભરી કામગીરીની સરાહના સાથે નોંધ લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


