Gujarat

મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામ સુધારવા, દિવ્યાંગ મતદારો માટે વાહન તથા સહાયકની સુવિધા, PWD APP વગેરેની સમજ અપાઇ

ગત તા.૦૨/૦૯/૨૦૨૨ ના રોજ આણદાબાવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ જામનગર અને અંધજન મંડળ તાલીમ કેન્દ્ર જામનગર ખાતે જામનગર વિધાનસભા મતવિસ્તાર ૭૭ અને જામનગર વિધાનસભા મત વિસ્તાર ૭૮ વિસ્તારને આવરી લેતા સિનિયર સિટીઝન્સ તથા દિવ્યાંગ મતદારો માટેના જાગૃતિ કાર્યક્રમનું જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જામનગર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સીનીયર સીટીઝનોને તથા દિવ્યાંગજનોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામ સુધારણા તેમજ પોતાના મતનો ઉપયોગ કરવા તથા મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજનને વાહન, સહાયક વગેરે જેવી સુવિઘા મેળવવા માટે PWD APP તથા વિવિઘ પ્રકારની મતદાન વિશેની સમજ અપાઇ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીનો સ્ટાફ અને જિલ્લા કલેકટર કચેરીના ચૂંટણી શાખાના નાયબ મામલતદારશ્રી હાજર રહ્યાં હતા. બન્ને કાર્યક્રમમા ૧૭૫ વ્યક્તિઓએ હાજર રહી મતદાન અંગેની માહિતી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *