Gujarat

મહુધા ના ભુમસ ખાતે રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ.

નિસાર શેખ ,મહુધા

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામમાં ભાદરવી સુદ નોમના દિવસે રામદેવપીર મંદિર થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રામાં  મોટી સંખ્યામાં રામાપીરની ભક્તો જોડાયા હતા.વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઉપસ્થિત ભક્તો ને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભા યાત્રા દરમિયાન રામાપીર ના દર્શન કરવા ભુમસ સહિત આસપાસ ના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

IMG_20220906_191333.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *