મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,662 સોદાઓમાં કુલ રૂ.19,382.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8451.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10898.71 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,577 સોદાઓમાં કુલ રૂ.3,643.29 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,555ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,693 અને નીચામાં રૂ.50,421 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.50,472ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.40,567 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,040ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,610ના ભાવે ખૂલી, રૂ.38 વધી રૂ.50,558ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,156 અને નીચામાં રૂ.53,663 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 507 વધી રૂ.53,897 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 490 વધી રૂ.54,504 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.504 વધી રૂ.54,579 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,616 સોદાઓમાં રૂ.1,797.06 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.75 ઘટી રૂ.200.60 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.2.30 ઘટી રૂ.286ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.641.10 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.177ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,762 સોદાઓમાં કુલ રૂ.2,985.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,112ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,165 અને નીચામાં રૂ.6,905 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.187 ઘટી રૂ.6,932 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11 ઘટી રૂ.686.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 455 સોદાઓમાં રૂ.26.07 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,620 અને નીચામાં રૂ.36,250 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.70 વધી રૂ.36,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.20 વધી રૂ.1013.70 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,605.31 કરોડનાં 3,172.202 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,037.98 કરોડનાં 375.868 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,549.69 કરોડનાં 22,07,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,435 કરોડનાં 20630000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.12.26 કરોડનાં 3425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.13.81 કરોડનાં 136.08 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,227.852 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,245.887 ટન, ક્રૂડ તેલમાં 1163600 બેરલ અને નેચરલ ગેસમાં 7910000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 38850 ગાંસડી, મેન્થા તેલમાં 696.6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.32.69 કરોડનાં 474 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,788ના સ્તરે ખૂલી, 52 પોઈન્ટ વધી 13,784ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,898.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.497.23 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.72.39 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,190 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,138.61 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 291.62 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.331 ખૂલી, ઊપરમાં રૂ.375 અને નીચામાં રૂ.242.20 રહી, અંતે રૂ.93.20 ઘટી રૂ.256 થયો હતો. જ્યારે સોનું સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.342.50 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.358.50 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.45 ખૂલી, ઊપરમાં રૂ.53.45 અને નીચામાં રૂ.42.45 રહી, અંતે રૂ.4.90 ઘટી રૂ.43.85 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.50 ખૂલી, ઊપરમાં રૂ.67.50 અને નીચામાં રૂ.34 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.54.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.630.50 ખૂલી, ઊપરમાં રૂ.659 અને નીચામાં રૂ.596 રહી, અંતે રૂ.2.50 વધી રૂ.603.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.225 ખૂલી, ઊપરમાં રૂ.334 અને નીચામાં રૂ.211.40 રહી, અંતે રૂ.91.90 વધી રૂ.321.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.52.80 ખૂલી, ઊપરમાં રૂ.57.90 અને નીચામાં રૂ.47.05 રહી, અંતે રૂ.5.95 વધી રૂ.56.40 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.390 ખૂલી, ઊપરમાં રૂ.390 અને નીચામાં રૂ.292.50 રહી, અંતે રૂ.31.50 ઘટી રૂ.363.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.875 ખૂલી, ઊપરમાં રૂ.875 અને નીચામાં રૂ.715.50 રહી, અંતે રૂ.162 ઘટી રૂ.752 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.319.50 ખૂલી, ઊપરમાં રૂ.346 અને નીચામાં રૂ.291 રહી, અંતે રૂ.15 ઘટી રૂ.342.50 થયો હતો.
