Gujarat

મહેસાણાના હત્યા કેસના બે આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર

મહેસાણા
મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલ ચામુંડા નગર સોસાયટીમાં રહેતા રાવળ જયેશને અમરાપુરા ખાતે રહેતા પુનિત ઠાકોર, અને ચેહરજી ઠાકોર સામે બાઈક ધીમું ચલાવવા મામલે ઝઘડો થયો હતો. જ્યાં મૃતકનો દીકરો ઝઘડામાં હતો ત્યારે મૃતક ત્યાં આવી જતા પુનિત ઠાકોર અને ચેહરજી ઠાકોરે મૃતકને મારમર્યો હતો. બાદમાં મૃતક દાશરથજીના માથા પર ચેહરાજીએ તલવાર મારી ઇજાગ્રસ્ત કરી દીધા હતા અને હોસ્પિટલ લઇ જતા સમયે તેઓનુ મોત નીપજ્યું હતું. આ બાબતે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં મૃતકના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી લીધા હતા. બંને આરોપીઓને મહેસાણા કોર્ટમાં રજૂ કરતા કોર્ટ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.મહેસાણા શહેરમાં આવેલા અમરાપરા વિસ્તારમાં માથામાં તલવાર મારી આધેડની હત્યા કરી દેવાના ગુનામાં બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે સામા પક્ષે ચાર વિરુદ્ધ ફરિયાદમાં પણ પોલીસે એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Both-the-accused-were-granted-two-days-remand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *