Gujarat

મહેસાણાની કિશોરીને ધ્રાંગધ્રાનો શખ્સ બાઇક પર બેસાડી ભગાડી જતાં થઇ પોલીસ ફરિયાદ

મહેસાણા,
મહેસાણા પંથકની એક કિશોરીને અન્ય જિલ્લાનો યુવક અપહરણ કરીને ભગાડી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલે કિશોરીના પરિવારજનોએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવતીઓ અને બાળાઓને લગ્નની લાલચો આપી ભગાડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક આવી ઘટના મહેસાણા બી ડિવિઝનમાં નોંધાઈ છે. જેમાં મહેસાણા પંથકની એક ૧૨ વર્ષની કિશોરીને ૧૮ ડિસેમ્બરના રોજ બાપોરના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રામાં રહેતો યુવક પોતાના બાઈક પર કિશોરીને બેસાડી અપહરણ કરી ભગાડી ગયાની ઘટના પરિવારને જાણવા મળતાં પરિવાર ચોંકી ઉઠ્‌યો હતો.આ સમગ્ર મામલે કિશોરીના પરિવારજનોએ આરોપી યુવક વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ ૩૬૩ મુજબ ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *