વિસનગર
મહેસાણા તાલુકાના અંબાસણ ગામના ઇલાબેનના લગ્ન ૨૦ વર્ષ પહેલાં લીંચ ગામે રહેતા દિપકકુમાર મફતલાલ સાથે થયા હતા. જેમાં પરિવારમાં એક દીકરી અને દીકરો છે. દિપકકુમાર ભાન્ડુ એલ.સી.આઇ.ટી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા હોવાથી બુટ્ટાપાલડી ગામે રહે છે. યુવતીએ ભાન્ડુ ગામે બેન્ક ઓફ બરોડા શાખામાં બચત ખાતું ખોલાવ્યું હતું. જેમાં ખાતામાં તેમના પતિએ મોબાઈલ નંબર અને ઈમેઇલ આઇ ડી આપ્યો હતો. જ્યાં યુવતીએ તેમના ભાઈના ઘરે મન દુઃખ થતા વડોદરા ખાતે રહેતા હતા. યુવતી તેમના બાળકોની એલ.સી લેવા માટે ભાન્ડુ ગામે આવ્યા હતા. જ્યાં તેમણે બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવતા તેમના પતિએ તેમને જાણ કર્યા વગર ચેક ઉપર ખોટી સહી કરી ૨૧.૫૦ લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આમ તેમના પતિએ છેતરપિંડી કરી બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરી દેતા પતિ દિપકભાઈ વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની બેંક ઓફ બરોડા શાખામાંથી પત્નીને જાણ કર્યા વગર પતિએ તેના ખોટા ચેક પર સહી કરી ૨૧.૫૦ લાખ તેના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા ચકચાર મચી ગઇ હતી. જેમાં પત્નીને જાણ કર્યા વગર એના ખાતામાંથી ટ્રાન્સફર કરી દેતા પત્નીએ પતિ વિરુદ્ધ છેતરીંપીંડીની ફરિયાદ આપી છે.


